×
મમતા દિવસ | બોટાદ જિલ્લા પંચાયત

મમતા દિવસ

માતા અને બાળકને આરોગ્‍યની તમામ સેવાઓ મળી રહે તે માટે સરકારશ્રીએ મમતા દિનની ઉજવણી કરવાનું નકકી કરેલ છે. જે મુજબ પ્રા.આ.કેન્‍દ્ર/સા.આ.કેન્‍દ્ર કક્ષાએ સોમવારે તથા સબસેન્‍ટ કક્ષાએ તથા અન્‍ય ગામોએ નકકી કરેલ સ્‍થળે અને સમયે બુધવારના દિવસે નીચે મુજબની આરોગ્‍ય વિષયક કામગીરી કરવામાં આવે છે.

  • સગર્ભા માતાને ધર્નુર વિરોધી રસી
  • ધાત્રી માતાની તપાસ
  • ૦ થી ૫ વર્ષ સુધીનાં તમામ બાળકોને રસીકરણ તથા તપાસ અને વૃધ્‍ધિ વિકાસ અંગેના ચાર્ટ બનાવવામાં આવે છે.
  • કિશોરી શકિતની બહેનોને કાઉન્‍સેલીંગ ધ્‍વારા આરોગ્‍ય વિષયક જાણકારી.
  • સગર્ભા માતાની હિમોગ્‍લોબીન તપાસ, બી.પી., યુરીન તપાસ હાઇરીસ્‍ક માતા તપાસ તથા સારવાર.
  • રેફરલ સેવાઓ અપાવવી.

આ મમતા દિવસે માતા અને બાળકના સ્‍વાસ્‍થ્‍ય સબંધી તમામ તપાસ તથા સારવાર આપવામાં આવે તેમજ માતા મરણદર અને બાળ મરણદરને અટકાવવો.

આ કાર્યક્રમમાં આરોગ્‍યના પુરૂષ /સ્‍ત્રી કર્મચારી તથા ટ્રેઇન દાયણ, આંગણવાડી કાર્યકર, મ.સ્‍વા.સંઘના સભ્‍યો તેમજ ૧ થી ૧૯ વર્ષની કિશોરી બહેનો ધ્‍વારા સક્રિય કામગીરી કરવામાં આવે છે. આ અંગેનું સુપરવિઝન પ્રા.આ.કેન્‍દ્રના મે.ઓ./મેલ/ફિમેલ સુપરવાઇઝર તથા બ્‍લોક કક્ષાએથી બ્‍લોક હેલ્‍થ ઓફિસર/બી.આઇ.ઇ.સી. ઓફિસર/ બ્‍લોક એચ.વી./મુખ્‍ય સેવિકા બહેનો/સી.ડી.પી.ઓ. ધ્‍વારા સુપરવિઝન કરવામાં આવે છે.