×
ચિરંજીવી યોજના | બોટાદ જિલ્લા પંચાયત
  • હોમ
  • ચિરંજીવી યોજના

ચિરંજીવી યોજના

આપણે જાણીએ છીએ કે દરેક સુવાવડ જોખમી છે. તેમાં પણ ખાસ કરીને ઘરે થતી સુવાવડમાં માતા અને બાળક માટે ઘણા બધા જોખમો રહેલ છે. ''ચિરંજીવી'' યોજનામાં ખાનગી દવાખાનામાં કરાવવામાં આવતી સુવાવડ બિલકુલ મફત અને સલામત છે.

આ યોજનાનો લાભ લેવા માટે દરેક સગર્ભા માતાઓએ તેમના સ્‍થાનિક નર્સબેન પાસ નામની વહેલામાં વહેલી નોંધણી કરાવવી તથા જરૂરી સેવાઓ લેવી ફરજીયાત છે. વધુમાં માહિતી માટે આપ્‍ના નજીકના આરોગ્‍યકેન્‍દ્ર અથવા ગામના સ્‍થાનિક આરોગ્‍ય કાર્યકર (પુરૂષ/સ્‍ત્રી) નો સંપર્ક સાઘવા વિનંતી.

ચિરંજીવી યોજનાનો લાભ મેળવવા આટલું કરો.

  • ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો એ આ સાથે પાછળ દર્શાવેલી યાદી પૈકી કોઇ પણ ખાનગી સ્‍ત્રી રોગ નિષ્‍ણાંત પાસે સુવાવડ કરાવવા જવાનુ રહેશે.
  • ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબોએ આ યોજનાનો લાભ લેવા માટે તેમના રેશનકાર્ડ (બી.પી.એલ.) ની યાદી ઝેરોક્ષ નકલ સાથે લઇને જવાનું રહેશે.
  • રેશનકાર્ડ ખોવાઇ ગયેલ હોય તો - ''સદર કુટુંબ ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો પૈકીનું છે. ''તે મતલબનું ગામના તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર સાથે લઇને જવાનું રહેશે. શહેરી વિસ્‍તાર માટે ''ચિફ ઓફિસર'' નું પ્રમાણ પત્ર લઇને જવાનું રહેશે.

ઉપરોકત પુરાવા રજુ કરનાર પ્રસુતા માતાઓને દર્શાવેલ ખાનગી દવાખાનામાં સુવાવડ બિલકુલ મફત કરી આપ્‍વામાં આવશે.

મફત સુવાવડ ઉપરાંત આ ખાનગી દવાખાનામાં સુવાવડ માટે આવવા જવા માટે વાહન ભાડા પેટે ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થી માટે રૂ.૨૦૦/- તેમજ શહેરી વિસ્‍તારમાંથી આવનાર લાભાર્થીને રૂ.૧૦૦/- જેતે ખાનગી દવાખાનામાંથી તુરત જ ચુકવવામાં આવશે.

પ્રસુતા માતાની સાથે આવનાર દાયણ, આંગણવાડી કાર્યકર, અથવા સગાસબંધી પૈકી કોઇ પણ એકને રૂ.૫૦/- ખાનગી દવાખાનામાં ચુકવવામાં આવશે.