×

તીર્થ ગ્રામ યોજના

    પસંદ થયેલ તીર્થગામને રાજ્ય સરકાર રૂ. એક- લાખનું પ્રોત્‍સાહક અનુદાન આપે છે.

    હેતુઓ

    રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.

    નીચે જણાવેલ હેતુઓ ઉજાગર કરવા માટેની પ્રોત્‍સાહક યોજના.

    • ભાઇચારો
    • સામાજીક સદભાવ
    • શાંતિ
    • ગામનો સર્વાંગી વિકાસ
    • યોજનાની શરૂઆત
      સને : ૨૦૦૪-૦૫ થી યોજનાનું અમલીકરણ શરૂ થયું. સંસ્‍કારસિંચનની બુનિયાદ, આવતીકાલનું ગુજરાત
  • ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં સર્વસંમતિથી બિનહરીફ જાહેર થયેલ ગ્રામપંચાયતને સમરસ ગામ જાહેર કરવામાં આવે છે. આવા જાહેર થયેલ સમરસ ગામને આ યોજનામાં અગ્રતાક્રમ આપવામાં આવે છે.
  • છેલ્‍લા પાંચ વર્ષમાં ગુનો બનેલ ન હોય તેવાં ગામોની પસંદગી કરવામાં આવે છે.
  • માદક કે કેફી દ્રવ્‍યનું ઉત્‍પાદન, વેચાણ કે સેવન થતું ન હોવું જોઇએ.
  • સ્‍વચ્‍છતાનું યોગ્‍ય ધોરણ હોવું આવશ્‍યક છે.
  • કન્‍યા કેળવણીનો ઉંચો દર અને ડ્રોપ આઉટનો નીચો દર આવશ્‍યક છે..
  • સામાજીક સદભાવનામાં વિકાસ તેમજ સામાજીક વિવાદોનો અભાવ હોવો જોઇએ.
  • ચર્ચા અને સંવાદથી વિવાદોનો નિકાલ થવો જોઇએ.
  • ગામના ધાર્મિક સ્‍થાનો અંગે ગામમાં કોઇ વિવાદ ચાલતો ન હોવો જોઇએ.
  • ગામમાં દલિત અને આદિવાસી વિસ્‍તારમાં, ગામના અન્‍ય વિસ્‍તારમાં મળતી પ્રાથમિક સુવિધાઓ જેવી જ સુવિધાઓ ઉપલબ્‍ધ થયેલી હોવી જોઇએ.
  • ગામમાં મધ્‍યાહન ભોજન હેઠળ ગ્રામજનો દ્વારા તિથિઓ નોંધાવવામાં ભાગીદારી હોવી જોઇએ.

    તીર્થગામ યોજના અંતર્ગત ગામની પસંદગીના હેતુ માટે, ગ્રામપંચાયતે નિયત નમૂનામાં માહિતી ભરીને તે સંબંધિત તાલુકાવિકાસ અધિકારીશ્રીને મોકલવાની રહેશે. આ યોજના માટે આવેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી જે તે તાલુકાના મામલતદારરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફત કરાવવામાં આવે છે. ત્‍યારબાદ ચકાસેલી અરજીઓ જીલ્‍લાકક્ષાએ અમલીકરણ સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવે છે.

    ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ, કદમ બઢાયે ઉસ પથ પર, જહાં પરિવર્તન કા બસેરા હૈ, મિલજુલ કર હમ કામ કરેં તો, એકતા - શક્તિ પાયેંગે, કલ કા કામ કરેં હમ આજ, યે નીતિ અપનાયેંગે, કર્મણ્‍યે વાધિકારસ્‍તે, મા ફલેષુ કદાચન, કર્તા જા તું કર્મ ઓ માનવ, ફલકી ચિંતા મત કર તું,

વર્ષ જોગવાઇ ખર્ચ સિધ્ધિ કુલ
(રૂ. લાખમાં)
૨૦૧૪-૧૫
ડિસેમ્બર અંતિત
૧૦૦
૨૦૧૩-૧૪ ૧૦૦ ૯૯.૫ ૪૧ ૫૮
૨૦૧૨-૧૩ ૧૬૦ ૬૦ ૨૯ ૭૨
૨૦૧૧-૧૨ ૫૦ ૧૫ ૨૩
૨૦૧૦-૧૧ ૫૦ ૧૦૦ ૯૮ ૨૮૩
૨૦૦૯-૧૦ ૫૦ ૫૦ ૪૯ ૭૦
૨૦૦૮-૦૯ ૧૦૦ ૩૫ ૩૨ ૩૨
૨૦૦૭-૦૮ ૪૦૦ ૧૫૦ ૧૬૯ ૧૬૯
૨૦૦૬-૦૭ ૧૦૦ ૧૩૦ ૧૩૦
૨૦૦૫-૦૬ ૧૧૦ ૧૪૭.૩૭ ૭૭ ૭૭
૨૦૦૪-૦૫ ૪૦૦ ૨૦૫ ૨૯૯ ૨૯૯
કુલ ૧૬૬૮ ૮૬૪.૮૭ ૯૩૧ ૧૨૧૩