નિયામકશ્રી, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, ગાંધીનગરની સુચના મુજબ સમગ્ર રાજયમાં એકસુત્રતા જળવાઇ રહે તે માટે જિલ્લાની વિવિધ માહિતી જેવી કે વિસ્તાર અને વસતી, ભૌગોલિક સ્થાન,આબોહવા,ખેતીવાડી,પશુધન મત્સ્યોધોગ, ખનિજ,વીજળી,જીવન વીમો, બેંકીંગ, ભાવ, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, નાણાં વ્યવસ્થા,રોજગારી અને માનવશકિત,શિક્ષણ અને સાંસ્કૃતિક બાબતો, જન્મ-મરણ, જાહેર આરોગ્ય અને તબીબી સેવાઓ, ગુના, પોલીસ અને ન્યાયવ્યવસ્થા,સહકાર આયોજન વિગેરેને લગતી તાલુકા –જિલ્લાની વિવિધ કચેરીઓ પાસેથી માહિતી એકત્રિત કરી ચકાસણી કરી જિલ્લાની આંકડાકીય રૂપરેખા દર વર્ષની પ્રકાશિત કરવામાં આવે છે.
નિયામકશ્રી, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી ગાંધીનગરની સુચના મુજબ દર વર્ષની જિલ્લાની સામાજિક આર્થિક સમીક્ષા તૈયાર કરવામાં આવે છે.જિલ્લાની સામાજિક આર્થિક પરિસ્થિતિનું સંકલન અને એકત્રીત ચિત્ર વિવિધ સરકારી તેમજ અર્ધ સરકારી વિભાગો/કચેરીઓ તથા ખાનગી સંસ્થાઓને માર્ગદર્શન મળી રહે અને ઉપયોગના હેતુથી સામાજિક આર્થિક સમીક્ષા પ્રકાશન દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે
અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી ગાંધીનગર દ્રારા,નિયત થયેલ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના છુટક તથા જથ્થાબંધ ભાવો દરેક માસના પ્રથમ અને ત્રીજા શુક્રવારના રોજ નિયત થયેલી દુકાનેથી મેળવી gujecostate.gujarat.gov.in પર એન્ટ્રી કરી ગાંધીનગર ખાતે માહિતી મોકલવામાં આવે છે. જેના આધારે રાજ્યમાં મુખ્ય ચીજવસ્તુના ભાવોમાં થયેલ ફેરફાર અંગેની માહિતી તૈયાર કરવામાં આવે છે.
ગ્રાહક ભાવસુચક આંક એ દેશના અર્થતંત્રમાં ફુગાવો અને મોંઘવારીનો દર જાણવા માટે મુખ્ય નિર્દેશક છે. આ ઉપરાંત વેતન દર નક્કી કરવા, દેશના નાણાકીય નીતિ અને બેન્કના દર નક્કી કરવાનો મુખ્ય સ્ત્રોત છે. હાલ ભારત સરકાર દ્વારા દરેક રાજ્યનો ગ્રાહક ભાવસુચક આંક તૈયાર કરવામાં આવે છે. જેના આધારે સબ સ્ટેટ લેવલ ભાવસુચક આંક તૈયાર કરવા જિલ્લાદીઠ ૩૦૦ કરતા વધારે ચીજવસ્તુની માહિતી મેળવવામાં આવે છે અને ઓનલાઈન giss.gujarat.gov.in એન્ટ્રી કરવામાં આવે છે તેમજ તેના આધારે વાર્ષિક પ્રકાશન તૈયાર કરવામાં આવશે.
રાજ્યના તમામ ગામોની લગભગ ૩૦૦ થી વધુ બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. આયોજનના નૂતન અભિગમમાં જયારે સંતુલિત ગ્રામ વિકાસ ન્યુનતમ જરૂરિયાત વિકેન્દ્રીત આયોજન આદર્શ ગ્રામ જેવા કાર્યક્રમ દ્રારા ગ્રામ વિકાસ ઉપર ભાર મુકવામાં આવ્યો છે, ત્યારે પ્રત્યેક ગામડાની મુળભૂત જરૂરિયાતો સંતોષાય તે પ્રકારનું આયોજન કરવા જુદા જુદા પ્રકારની ગામમાં સેવાઓ ઉપલબ્ધ હોય તે સવલતોને આધારે આંતર માળખાકીય મુળભૂત પાયાની જરૂરિયાતોથી વંચિત ગામોની માહિતી આયોજનની પ્રક્રિયામાં જુદીજુદી યોજનાઓના ધડતર માટે ખુબ ઉપયોગી અને અસરકારક પુરવાર થઇ શકે. અને ગેપ એનાલિસીસ કરી ત્રુટીઓ અને આયોજન પર કામગીરી થઇ શકે તે માટે નિયમિત વિવિધ માહિતી દર ત્રિમાસિક ધોરણે અદ્યતન કરવામાં આવે છે. જિલ્લાના તમામ આંકડાકીય સ્ટાફ દ્વારા ગામોની મુલાકાત લઇ માહિતી ચાકાસી અદ્યતન કરવામાં આવે છે.
જિલ્લાની ભૌગોલિક હદમાં વર્ષ દરમ્યાન વિવિધ આર્થિક પ્રવૃતિઓ દ્રારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ અને સેવાઓના એકજ વખત ગણતરીમાં લેવાના નાણાંકિય મૂલ્યને જિલ્લાના ઘરગથ્થું ઉત્પાદકના અંદાજો ગણવામાં આવે છે. આયોજનના અભિગમને ધ્યાને લઇ ભારત સરકારના આયોજન પંચ દ્રારા જિલ્લા કક્ષાએ જિલ્લા આવકના અંદાજો તૈયાર કરવાની કામગીરી હાથ ધરેલ છે. આમ જિલ્લા આવકના અંદાજો જિલ્લાનો આર્થિક વિકાસ માપવા માટેનો અગત્યનો માપદંડ છે.
જિલ્લાની સ્થાનિક સંસ્થાઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતના વર્ષ વાઈઝ આવક અને ખર્ચના હિસાબોની giss.gujarat.gov.in ઓનલાઈન એન્ટ્રી કરી માહિતી સ્વરૂપે જાળવણી કરી રાજ્યની આવકના અંદાજો અને રાજ્ય વિકાસ દર જાણવા અંગેની માહિતી તૈયાર કરવામાં આવે છે.
જિલ્લામાં જુદા જુદા ૭ પ્રકારના વાણિજ્ય એકમો ૧. શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ ૨. સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ ૩.કો-ઓપરેટિવ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ ૪. ઇંડ્સ્ટ્રી એક્ટ ૫.ખાદી એન્ડ વિલેજ એક્ટ ૬ ફેકટરી એક્ટ અને ૭. કંપની એક્ટ હેઠળ નોંધાયેલ એકમોની માહિતી મેળવી giss.gujarat.gov.in પર માહિતી સાચવવામા આવે છે અને બિઝનેસ રજીસ્ટર સ્વરૂપે માહિતી તૈયાર કરવામાં આવે છે.
પ્રાદેશિક આંકડાકીય માહિતીના લાંબા ગાળાના વિકાસના કામોની પ્રક્રિયા તથા પ્રગતિની માહિતી લાંબા સમય સુધી હાથ ઉપર ઉપલબ્ધ રહે તે હેતુથી પ્રાદેશિક કક્ષાના બધાજ આંકડાઓને નિયત કરેલ giss.gujarat.gov.in પોર્ટલ પર એન્ટ્રી કરી આંકડાકીય માહિતીની જાળવણી કરવામાં આવે છે.
નિયામકશ્રી, ખેતીવાડી વિભાગ તરફથી ઋતુવાર ખેતીના પાકોનાં ઉત્પાદનમાં થતી વધધટને ધ્યાનમાં રાખવા પાકવાર,ઋતુવાર પાકોની કાપણી ઉપર સુપરવિઝનની કામગીરી અત્રેની શાખા દ્રારા કરવામાં આવે છે. જે તે તાલુકાના ગ્રામસેવક પાક કાપણીના અખતરાનાપાકોની કાપણીની તારીખ ,સમય નકકી કરે છે. સદરહુ તારીખ,સમય પ્રમાણે સ્થળ ઉપર સમયાંતરે સુપરવિઝનની કામગીરી કરવામાં આવે છે.
તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતોના આંકડા મદદનીશ દ્રારા આંકડાકીય કામગીરી કરવામાં આવે છે. અત્રેની શાખા દ્રારા દર માસે આંકડા મદદનીશશ્રીઓની બેઠક રાખવામાં આવે છે. જેમા નવા કોઇ સર્વે મોજણી આવેલ હોય તો તેનું માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. તેમજ મુદતી અહેવાલ,પડતર કાગળો, પડતર કામગીરી વિગેરે બાબતો પરત્વે ચર્ચા વિચારણા સમીક્ષા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન આવી કુલ ૧ર બેઠકો યોજવામાં આવેલ છે.
તાલુકા કક્ષાએ કામ કરતા આંકડા મદદનીશની કામગીરી ઉપર સતત નિયંત્રણ રાખી શકાય તે માટે નિયત સમયાંતરે તાલુકા કક્ષાના આંકડા મદદનીશોની દફતર તપાસણી કરવામાં આવતી હોય છે. અહેવાલ સમયગાળા દરમ્યાન આંકડા મદદનીશ્રીઓના દફતર તપાસણી કરવામાં આવે છે.
ઇ-ગવર્નન્સ દ્રારા વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા તેમજ ગુણવતા સુધારવા માટે રાજય સરકાર દ્રારા સમગ્ર રાજયમાં ઇ-ગ્રામ તેમજ ઇ-સેવા કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. તમામ તાલુકા પંચાયતોને ઇન્ટરનેટ કનેકશનથી સાંકળી લેવામાં આવી છે અને ઇ-મેઇલ એડ્રેસ ધરાવે છે. જિલ્લા પંચાયત ખાતેના સીધી ટેલીફોનની સવલત ધરાવતા અધિકારીશ્રીની કચેરીને ઇન્ટરનેટથી સાંકળી લેવામાં આવી છે અને ઇ-મેઇલ એડ્રેસ ધરાવે છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં જીએસવાનની સેવાઓ ઉપલબ્ધ થયેલ છે. જિલ્લા પંચાયત મારફતે રાજય સરકાર સાથે શકય તેટલો વ્યવહાર ઇ-મેઇલથી કરવામાં આવી રહયો છે. તમામ તાલુકા પંચાયતને શકય તેટલો વ્યવહાર જિલ્લા પંચાયત સાથે ઇ-મેઇલથી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લાની આંકડાકીય રૂપરેખા, વાર્ષિક વહીવટી અહેવાલ, સામાજિક-આર્થિક સમીક્ષા, ગ્રામસભાનો સંકલિત અહેવાલ, બજેટ વગેરે જેવી પુસ્તિકાઓ કોમ્પ્યુટર્સ ઉપર તૈયાર કરવામાં આવે છે. સ્કેનીંગની કામગીરી, ફેકસ મોકલવાની કામગીરી જેવી કામગીરી પણ કોમ્પ્યુટર ઉપર કરવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ તાલુકા પંચાયત કચેરીઓ સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે.
ભારતના સર્વેક્ષણના યુગમાં ખેતી અગત્યનું સ્થાન ધરાવે છે. રાજયના ખેતી વિષયક આંકડા એકત્રિત કરવા તેમજ તેની જાળવણી ખુબજ મહત્વ ધરાવે છે.રાજયની ખેતી વિષયક આંકડાની માહિતી એકત્ર કરવામાં આ એક અગત્યનું કદમ છે. સંયુકત રાષ્ટ્ર–સંઘની ખોરાક અને ખેતી સંસ્થા તરફથી હાથ ધરવામાં આવતી વિશ્વ ખેતી વિષયક ગણનાના ભાગરૂપે ગુજરાત રાજયમાં પણ ખેતી વિષયક ગણના હાથ ધરવામાં આવે છે.
કેન્દ્ર સરકાર દ્રારા દર પાંચ વર્ષે રાજયમાં પશુધન વસતિ ગણતરી કરવામાં આવે છે તે અન્વયે જિલ્લામાં સને ૨૦૧૨ માં છેલ્લી પશુધન વસતિ ગણતરી કરવામાં આવેલ છે.
કેન્દ્ર સરકાર દ્રારા દર પાંચ વર્ષે રાજયમાં આવેલ ધંધા રોજગારીની ગણતરી કરવામાં આવે છે. તે અન્વયે જિલ્લામાં સને ર૦૧૨ માં છેલ્લી આર્થિક ગણતરી કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્રારા ચકાસણી કાર્યવાહી પુર્ણ થયેથી પ્રકાશિત કરવામાં આવશે.
વર્ષ ર૦૧૦-૧૧ દરમ્યાન વસતિ ગણતરી –ર૦૧૧ની કામગીરી હાથ ધરેલ જેમાં વસતિ ગણતરીની પુસ્તિકા પ્રસિધ્ધ કરવા માટેની પાયાની ગામવાર ગ્રામ નિર્દેશિકાની માહિતી તૈયાર કરી વસતિ ગણતરી એકમને મોકલી આપેલ. આ ઉપરાંત પી.ઇ.એસ.ની કામગીરી હાથ ધરેલ જેમાં વસતિ ગણતરી પછીની ચકાસણી હાથ ધરવામાંઆવેલ.
સરકારશ્રીની સુચના મુજબ આયોજન મંડળ હેઠળની ગ્રાન્ટમાંથી જે સ્થાનિક વિકાસના કામો કરવામાં આવે છે. તેવા કામોનું સ્થળ નિરીક્ષણ કરી તેની વિનિયમન અહેવાલ સરકારશ્રીને મોકલવામાં આવે છે.