રાજયમાં પંચાયત વિસ્તારમાં જમીન મહેસુલ, લોકલ ફંડ, શિક્ષણ ઉપકર વિગેરે સરકારી લેણાંની વસુલાતની કામગીરી પંચાયતને સુપ્રત થતાં આ કામગીરી અસરકારક થઇ શકે તે માટે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને જમીન મહેસુલ સહિતના અને જમીન મહેસુલ નિયમો હેઠળના જરૂરી અધિકારો આપવામાં આવેલા છે. તલાટી કમ મંત્રી તથા સર્કલ ઇન્સ્પેકટર મહેકમને પંચાયત ઉપરાંત મહેસુલની કામગીરી માટે વહિવટી અંકુશ હેઠળ મુકવામાં આવેલ છે.