મેલેરીયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત મેલેરીયા , ડેન્ગ્યુ, ચિકુનગુનિયા, ફાઇલેરીયા રોગ નિયંત્રણ અટકાયતી પગલાઓ અને સારવાર અંગે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
- તાવના કેસોની શોધ.
- રોગ અટકાયતી સારવાર તેમજ પોઝીટીવ કેસોની સંપુર્ણ સારવાર.
- મચ્છરના પોરાની શોધ અને પોરાનાશક કામગીરી જેવી કે, કેમીકલ લાર્વીસાઇડ, બળેલુ ઓઇલ તેમજ માઇનોર એન્જીનીયરીંગ ઉપરાંત કાયમી પાણી ભરાઇ રહેતા સ્થળોમાં પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવે છે.
- મચ્છર ઉત્પતી નિયંત્રિત કરવા જનસમુદાયની મચ્છરદાની દવાયુકત કરવાની કામગીરી તેમજ સરકારશ્રીના નિયમાનુસાર અલગ તારવેલા ગામોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવે છે.
- ફાઇલેરીયા રોગ નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત સામુહિક ધોરણે ડી.ઇ.સી ગોળી વર્ષમાં એકવાર ગળાવવાની પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે.
- રોગચાળાની પરિસ્થિતિમાં વાહક મચ્છરોનો તાત્કાલિક નાશ કરવા રાસાયણીક ધુમાડો ( ફોગીંગ) કામગીરી હાથ ધરવામાં આવે છે.
- ઉપરાંત ગ્રામ્ય કક્ષાએથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો , ગ્રામ્ય હોસ્પીટલો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીના રીપોર્ટ એકત્રીત કરવા તથા તેનો રીવ્યુ કરી જરૂરી માર્ગદર્શન આપવું તેમજ રાજય કક્ષાએ રીપોર્ટ સાદર કરવા તેમજ રાજય કક્ષાએથી આવેલ સુચના અને માર્ગદર્શનની અમલવારી કરવી.