×
જનની સુરક્ષા યોજના | બોટાદ જિલ્લા પંચાયત
  • હોમ
  • જનની સુરક્ષા યોજના

જનની સુરક્ષા યોજના

જનની સુરક્ષા યોજનામાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના તમામ અન્‍ય માટે ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબની પ્રસુતા માતાઓને પ્રસુતિ સમયે દવા સારવાર અને ખોરાક માટે તમારા ગામના સ્‍થાનિક નર્સબેન પાસેથી રૂ.૫૦૦/- અંકે રૂપિયા પાંચસો પુરા ચુકવવામાં આવશે.

તો ચાલો આપણે સૌ સાથે મળીને જનની સુરક્ષાનો વધુમાં વધુ લાભ લઇ માતા મરણ અને બાળ મરણ અટકાવવા આપણે યોગદાન આપીએ. આ યોજનાની શરતો નીચે મુજબ છે.

  • ૧૯ વર્ષ કે તેથી વયની હોય.
  • બે જીવીત જન્‍મો સુધી જ લાગુ પડશે.
  • સગર્ભાને દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૨૦૦/- અંકે રૂપિયા બસો તથા દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૧૦૦/- અંકે રૂપિયા સો પુરા મળશે.

શહેરી વિસ્‍તારની સગર્ભા બહેનોને મળતા લાભોઃ

ગરીબી રેખા હેઠળની સગર્ભા માતા જો દવાખાનામાં પ્રસુતિ કરાવે તો તેને રૂ.૫૦૦/- અંકે રૂપિયા પાંચસો તથા દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૧૦૦/- અંકે રૂપિયા સો પુરા મળશે.