×

પ્રસ્‍તાવના

તા. ૧-૦૮-૧૪ થી ૭-૦૮-૧૪ માં વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી, જેમાં તમામ આ.વા.કે. માં ઉપસ્થિત તમામ માતાઓને સ્તનપાનની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમા ધાવણ બાળકનુ કુદરતી પોષણ, ધાવણમા રહેલ કોલેસ્ટ્રોમનુ મહત્વ, નિયમિત ધવરાવવાથી માતાને માનસિક શાંતિ, જન્મથી ૬ માસ સુધી ફક્ત સ્તનપાન જેવા મહત્વના મુદ્દા આવરી લેવામા આવ્યા હતા. માતાઓએ બહોળા પ્રમાણમાં હાજરી આપી હતી. ઉત્સાહ પુર્વક સાંભળીને અંતમા કાર્યક્રમ વિશેના તેમના અભિપ્રાય આપ્યા.