પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી.આ મંદીર ખુબ જ પ્રભાવક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.સાળંગપુર ભાવનગરથી માત્ર ૮૨ કી.મી. દુર આવેલુ હોય,કાર કે બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.ખાસ કરીને શનિવારે આ મંદિરે દર્શનાર્થીઓની ખુબજ ભીડ હોય છે,જેથી ઘણી રાહ જોવી પડે છે.
ભગવાન સ્વામીનારાયણની સ્મૃતિ સ્વરૂપ આ મંદિરના આંતરિક ભાગમાં ભગવાન ઘનશ્યામની મુર્તિ ઉત્તર ભાગમાં આવેલી છે, જયારે પ્રસાદી મંદીરમાં સ્વામી નારાયણ ભગવાને વાપરેલી ચીજો-વસ્તુઓની પ્રદર્શની છે.મંદિરના દક્ષિણે મોટુ લીમડાનું વૃક્ષ તથા વાસુદેવ ખંડ આવેલ છે,જયાં સ્વામી નારાયણભગવાને વચનામૃત નામે ઓળખાતા પ્રવચનો આપ્યા હતા.મે-૨૦૧૨માં આ મંદિરના શિખરને સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે,જે ગુજરાતનું પ્રથમ મંદિર છે.
આ એક ઘણુ જ ઐતિહાસિક અને પ્રાચિન સ્થળ છે,જે મહાભારત સમય(ખાસ પાંડવો)સાથે સંકળાયેલુ છે. પાંડવ ભીમે અહીં શીવલીંગની સ્થાપ્ના કરી હતી,જેની અર્જુન દ્વારા પુજા-અર્ચના કરવામાં આવતી હતી.તેથી આ સ્થળ ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે.