ભારતની મોટાભાગની વસ્તીમાં નું પ્રમાણ ખૂબ જ નીચું છે. જેના કારણે ધણી બધી અંધશ્રધ્ધાઓ પણ સમાયેલી છે. બાળકનો જન્મ એ ભગવાનની દેન છે. એવું માનીને તથા જન્મની આડે આવવું એ પાપ છે. આવી માન્યતાઓને કારણે આપણા દેશમાં પરિવાર નિયોજન કે કુટુંબ કલ્યાણનો વ્યાપ ખૂબ જ ઓછો છે. જેથી સૌ પ્રથમ પરિવાર નિયોજન અંગે જરુરી સમજ ઉભી કરવી ખૂબ જ જરુરી છે. અને ધ્વારા લોકજાગૃતિ ઉભી કરી પરિવાર નિયોજન અપનાવી દેશને પ્રગતિના પંથે કઇ રીતે લઇ જવો તે સમજાવવું ખુબ જ અગત્યનું છે.
શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ જેવો જ આ પણ એક મહત્વનો કાર્યક્રમ છે. ગ્રામ્ય કક્ષાએ ગામના, તાલુકાના, જીલ્લાના અને રાજયના મહાનુભાવો તથા મોટા મોટા તબીબોને સાથે રાખી આવી જૂથ પ્રચારનું આયોજન કરવામાં આવે છે જેમાં પણ પ્રચાર ધ્વારા પરિવાર નિયોજન કેટલું જરુરી છે અને તેના માટે શું શું કરવું જોઇએ. તે માટે લોકોને પુરતી જાણકારી આપવામાં આવે છે. તેમજ તે માટે જરુરી સહાય, તેમજ સામગ્રી પુરી પાડવામાં આવે છે.
બાળક એ ભગવાનની દેન છે. આવી એક માન્યતા હજુ આજે પણ આપણા દેશમાં પ્રવર્તે છે. અને બાળકને જન્મતું અટકાવવું તે પાપ છે. આ માન્યતામાંથી દેશને બહાર લાવવો અને પરિવાર નિયોજન માટે લોકમાનસ ઉભું કરવું ખૂબ જરુરી છે. જે માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આરોગ્ય વિષયક શિક્ષણ આપવામાં આવે છે.
પરિવાર નિયોજન શા માટે જરુરી છે અને તેને લગતી સુવિધાઓ કયાં ઉપલબ્ધ છે વગેરે જેવી માહિતી સિનેમાઘરોમાં સ્લાઇડ શો ધ્વારા પુરી પાડવામાં આવે છે. તેમજ ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવે છે. હાલમાં દેશમાં ટીવીનું ચલણ દાણું વધ્યું હોય પ્રાદેશકિ ચેનલો ઉપર પણ આના માટે સ્લાઇડ શો, ડોકયુમેન્ટરી ફિલ્મ અને નાના કાર્યક્રમો બતાવવામાં આવે છે. રંગલા જેવું પાત્ર નાની અમથી વાતથી આ બાબતે દાણું બધું કહી જાય છે.
શૈક્ષણિક કામગીરી પુર્ણ થતાં ઠોસ પગલાં રુપે મહત્વની કામગીરી સ્ત્રી ઓપરેશન છે. બે બાળકોના જન્મ પછી સામાન્ય રીતે સ્ત્રીને ઓપરેશન કરાવવા બાબતે સમજાવવામાં આવે છે. અને સુધરેલો સમાજ એક સંતાન પછી પણ સ્ત્રી ઓપરેશનને અપનાવતો થયો છે. એક અથવા બે બાળકના જન્મ પછી સ્ત્રી ઓપરેશન અપનાવવામાં આવે તો જાતિય જીવનને કોઇ નુકશાન થતું નથી. અને બાળકો પેદા થવાની ઝંઝટમાંથી બહાર આવી જવાય છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સ્ત્રી ઓપરેશનની સંપુર્ણ સવલતો પુરી પાડવામાં આવે છે. જયાં મફત સ્ત્રી ઓપરેશન કરી આપવામાં આવે છે ઉપરાંત સરકારે નકકી કરેલ પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવે છે. સાથે સાથે માત્ૃ આરોગ્યની પણ સાર સંભાળ લેવાય છે.
સ્ત્રી ઓપરેશનની જેમ પુરુષ ઓપરેશન પણ પરિવાર નિયોજનનું એક મહત્વનું અંગ છે. પુરુષ પણ ઓપરેશન ધ્વારા પરિવાર નિયોજન અપનાવી શકે છે. જેમાં પણ તેના સ્વાસ્થ્યને કે જીવનને કોઇ નુકશાન થતું નથી. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આની પુરતી સગવડો આપવામાં આવે છે. અને સરકારશ્રી ધ્વારા આ પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવે છે.
પરિવાર નિયોજનની આ ખુબ જ સરળ પધ્ધતિ છે. જેમાં સ્ત્રીને કોપર ટી પહેરાવવામાં આવે તો કોઇ શારીરિક નુકશાન થતું નથી. અને ઇચ્છે ત્યાં સુધી ગર્ભધારણ થતો નથી. કોપર ટી પહેર્યા બાદ સમયાંતરે તબીબી સલાહ મુજબ તેને બદલતા રહેવું પડે છે. અને સ્ત્રીએ આ બાબતે સાવચેતી રાખવી પડે છે.
જે સ્ત્રીઓને ટૂંક સમય પછી ગર્ભધારણ કરવાની ઇચ્છા હોય પરંતુ અમુક સમય જયારે ગર્ભધારણ કરવાની ઇચ્છા ન હોય ત્યારે ઓરલ પીલ્સનો ઉપયોગ કરી શકે છે. લાંબા સમય સુધી ઓરલ પીલ્સ લેવાથી નુકશાન થતુ નથી. પરંતુ કયારેક આમાં નયિમીતતા ન જળવાય તો ગર્ભધારણ થતો હોય છે. જેથી ટુંકા સમય માટે આ પધ્ધતિ ખુબ જ આદર્શ છે. માલા ડી જેવી દવાઓ ગર્ભનરિોધક તરીકે વાપરવામાં આવે છે.
અન્ય કોઇપણ ગર્ભ નિરોધક પધ્ધતિનો ઉપયોગ ન કરવો હોય ત્યારે પુરુષ ધ્વારા નિરોધ ના ઉપયોગથી પણ આ હેતુ જાળવી શકાય છે. ખૂબ જ સસ્તો, સહેલો અને સરળ નિરોધનો ઉપયોગ છે. પ્રાથમકિ આરોગ્ય કેન્દ્રો ઉપરથી તથા આરોગ્ય ના ક્ષેત્રિય કર્મચારીઓ પાસેથી ખૂબ જ સરળ રીતે અને વિનામૂલ્યે નિરોધ ઉપલબ્ધ થઇ શકે છે.
કુટુંબ કલ્યાણની કામગીરીમાં આ એક ખૂબ જ મહત્વની કામગીરી છે. બાળકના જન્મ પહેલાં અને જન્મ પછી અમુક સમય સુધી બાળક અને માતાની સ્વાસ્થ્યની સાર સંભાળ રાખવાની કામગીરી કરવામાં આવે છે. જેને ફલો-અપ કહેવામાં આવે છે. તંદુરસ્ત બાળક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે છે. જેને આ સેવા સાચા અર્થમાં ફળિભૂત કરે છે