×

કર્મચારીની નિવૃત્તી

સામાન્ય રીતે વય મયાર્દાના કારણે કર્મચારી નિવૃત્તિ થતાં હોય છે. તો કયારેક કર્મચારી અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારતા હોય છે. આ ઉપરાંત કયારેક કર્મચારીની કાર્યદક્ષતામાં ખૂબ જ ધટાડો થયો હોય અથવા કર્મચારી શારીરિક રીતે સક્ષમ ન હોય તેવા સંજોગોમાં તેઓને ફરજીયાત નિવૃત્તિ ઉપર ઉતારવા જેવી કામગીરી પણ આ શાખાએ કરવાની હોય છે.

કર્મચારીઓના પ્રશ્નો, પછી તે બદલી હોય, બઢતી હોય કે શ્રેયાનયાદીને લગતા હોય કે પછી ફરિયાદ હોય આ તમામ બાબતોને સાંકળી લેતી કામગીરી આ શાખા સંભાળે છે.કર્મચારીઓને કાર્યક્ષમતામાં વધારો કરવા વખતો વખત તાલીમનું આયોજન કરવામાં આવે છે.