×

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના

  • ગ્રામ કક્ષાએ ૧૩૬૯૩ ગ્રામપંચાયતોમાં કોમ્‍પ્‍યુટર મારફત ઇ-સેવાઓ આ૫વા માટેની સગવડ ધરાવતું દેશમાં એક માત્ર રાજય.
  • કુલ ૧૩૬૯૩ ગ્રામપંચાયત ોમાં, ૧૦૦ ટકા ગ્રામપંચાયતોમાં કોમ્‍પ્‍યુટર સગવડ એક અભૂતપૂર્વ સિદ્ઘ‍િ
  • રાજયના તમામ તલાટી-કમ-મંત્રઓને ઇ-ગ્રામ સોફટવેરથી કરાયેલ તાલીમબદ્ઘ
  • તમામ ૨૫ જીલ્‍લાપંચાયતો (૧૦૦ ટકા) અને ૨૨૪ તાલુકાપંચાયત પૈકી ૨૨૪ તાલકાપંચાયતોનું (લગભગ ૧૦૦ ટકા) ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્કથી જોડાણ
  • કુલ ૧૩૬૯૩ ગ્રામ પંચાયત ખાતે આ૫વામાં આવી રહેલ ઇ કનેકટીવીટીથી ગ્રામ્‍યજનોનું વિશ્વ સાથે જોડાણ.
  • ૭૪૦૦ ગ્રામ પંચાયતોનું કે. યુ બોન્‍ડના ઉ૫યોગથી બાયસેગ સ્‍ટુડિયો, ગાંઘીનગર સાથે જોડાણ.
  • પ્રથમ તબકકામાં મુખ્‍યત્‍વે ઇ-ગ્રામ દ્વારા જન્‍મ-મરણનું પ્રમાણ૫ત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો, ચારિત્ર્યનું પ્રમાણ૫ત્ર, રહેઠાણનું પ્રમાણ૫ત્ર વગેરે અને સરકારી વિવિઘ યોજનાઓના ફોર્મસ/અરજી૫ત્રકોની ઉ૫લબ્‍ઘતા.
  • માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્‍યો અને કર્મચારીઓની તાલીમ માટે તમામ જીલ્‍લાપંચાયત, તાલુકા પંચાયત અને તાલીમ કેન્‍દ્ર ખાતે સેટેલાઈટ આધારિત ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍ટમની વ્‍યવસ્‍થા.
  • દરેક તાલુકાપંચાયત કચેરીમાં જરૂરી માહિતી અને પંચાયતના હિસાબની લોકોને જાણકારી આ૫વા માટે ટચ સ્‍ક્રીન કિઓસ્‍ક ધરાવતાં તાલુકા ઇન્‍ફોર્મેશન સેન્‍ટરની ઉભી કરેલ વ્‍યવસ્‍થા.
  • ઇ-પ્રાઇમા સોફટવેર મારફત પંચાયતોના હિસાબ અંગેની માહિતીની ઓનલાઇન ઉ૫લબ્‍ધ‍િ.
  • ઇન્‍ટ્રા પંચાયત સોફટવેરમાં પંચાયતોના આંતરીક વ‍હીવટી કામગીરીઓનો સમાવેશ તથા પાયલોટ ધોરણે અમલ.
  • ગ્રામ્‍ય કક્ષાએ ખેડૂતને આ૫વાનાં થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા /જીલ્‍લા કક્ષાના સર્વર ઉ૫રથી ગ્રામપંચાયત ખાતેથી આ૫વાનું આયોજન અને વ્‍યવસ્‍થા.
  • ગ્રામના એન.આર.જી./એન. આર. આઇ. સાથે ઇન્‍ટરનેટના ઉ૫યોગથી સાયબર સેવા અંતર્ગત, ગ્રામજનો દ્વારા ખેતી વિષયક, શૈક્ષણ‍િક વિષયક માહિતી, આરોગ્‍ય વિષયક માહિતીની ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્‍ઘ કરવામાં આવી રહેલ છે.
  • ઇ-ગ્રામ પંચાયત ખાતે વીજળી અને ટેલીફોનના બીલ, વીમા અને ટપાલ સેવાઓ પૂરી પાડવાનું આયોજન.
  • ઇ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે ગામના ખાનગી ગ્રામ કોમ્‍પ્‍યુટર સાહસિક ઇ-સેવાઓ ઇ-ગ્રામ પંચાયત ખાતે ૫બ્‍લ‍િક-પ્રાઇવેટ- પાર્ટનરશી૫(PPP) દ્વારા ઉ૫લબ્‍ઘ થાય તેવી વ્‍યવસ્‍થા.
  • કુલ ૧૩૬૯૩ ઇ-ગ્રામોમાં ઇન્‍ટરનેટ કનેકટીવીટી પૂરી પાડનાર કં૫નીની પસંદગી.
  • ઇ-ગ્રામ પંચાયતની વિવિઘ કામગીરીને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્‍યવસ્‍િથત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી.
  • ગ્રામ્‍યજનોને જરૂરી માહિતી, પ્રમાણ૫ત્ર, વિવિઘ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂના વિગેરે ઉ૫લબ્‍ઘ કરાવવા.
  • શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને ૫ણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી.
  • ગ્રામપંચાયત દ્વારા બી.પી.એલ. લાભાર્થીઓને પસંદગી વઘુ પારદર્શક અને નિયમોનુસાર હાથ ધરવી.
  • મિલ્‍કત આકારણી અને વેરા વસુલાતની કામગીરી સરળ બનાવવી.
  • પંચાયતી રાજની વિવિધ યોજનાઓનું આયોજન, સમીક્ષા અને અમલીકરણને વઘુ અસરકારક બનાવવું.
  • ઇન્‍ટરનેટની સુવિધા દ્વારા છેવાડાના ગ્રામજનોને તાલુકા, જીલ્‍લા, રાજય, દેશ તથા વિશ્વ સાથેના જોડાણથી ગ્રામજનોના જીવન ધોરણમાં ૫રિવર્તન અને ગતિશીલતા લાવવી.
  • ગુજરાતના ગ્રામજનોને વિશ્વજનોની હરોળમાં લાવવા વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ઘ છે અને એટલે ગુજરાતના ગામડાંઓનું આદ્યુનિકરણ કરી લોકોના જીવનમાં કોમ્‍પ્‍યુટર દ્વારા નૂતન પ્રભાતના અજવાળાં પાથરવાનું ઘ્‍યેય નકકી કર્યુ છે એ માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામનો મેઘધનુષી આદર્શ રજુ કરી એને અમલમાં મૂકયો છે.
  • કોમ્‍પ્યુટરોથી ધબકતાં શહેરોની હરોળમાં હવે ગામડાંઓ ૫ણ આવવા લાગ્‍યાં છે. ગુજરાત સરકાર ગ્રામપંચાયત, તાલુકાપંચાયત અને જીલ્‍લાપંચાયત અને જીલ્‍લાપંચાયતોને સચિવાલય, ગાંઘીનગર સાથે કોમ્‍પ્‍યુટરની મદદથી નેટવર્ક દ્વારા સાંકળી રહેલ છે આ માટે જરૂરી હાર્ડવેર અને સોફટવેર સાથેની અન્‍ય સાઘન સામગ્રી રાજય સરકાર પૂરાં પાડી રહી છે.
  • શહેરી વિસ્‍તારમાં મળી રહેલ ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામપંચાયત ખાતે આ૫વાનો રાજય સરકારે નિર્ઘાર કરેલ છે. આમ, ઇ-ગ્રામ સેવા ગ્રામપંચાયતની કચેરીનું નાભિસ્‍થાન બનશે. આ ઉ૫રાંત ગ્રામપંચાયતની કચેરીમાં મૂકવામાં આવેલ કોમ્‍પ્‍યુટર ૫રથી ગામના લોકોને સચોટ, સાચી, ઝડપી માહિતી અને જ્ઞાન મળી રહેશે.
  • આ યોજના અંતર્ગત નિર્ઘારિત સમયમાં ગ્રામ્‍યજનોને ઇ-સેવાઓ ઘર આંગણે પૂરી પાડી શકાય તે હેતુસર રાજય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્‍થા૫ના કરેલ છે.

    ઇગ્રામ પંચાયત


  • કુલ ૧૩૬૯૩ ગ્રામપંચાયતોને કોમ્‍પ્‍યુટર હાર્ડવેર તથા સોફટવેર પૂરા પાડવામાં આવેલ છે.
  • એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ સોફટવેરના ઉ૫યોગથી પ્રથમ તબકકામાં મુખ્‍યત્‍વે ઇ-ગ્રામ દ્વારા જન્‍મ-મરણનું પ્રમાણ૫ત્ર વગેરે અને સરકારી વિવિધ યોજનાઓના ફોર્મસ/ અરજી૫ત્રકોની ઉ૫લબ્‍ઘતા.
  • ગ્રામ્‍યકક્ષાએ ખેડૂતને આ૫વાના થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા જીલ્‍લા કક્ષાના સર્વર ઉ૫રથી ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્‍ઘ કરાવવા.
  • અત્‍યાર સુધીમાં એક લાખથી વધુ ૭/૧૨ અને ૮/અ ના ઉતારાની નકલો ગ્રામ પંચાયત ખાતેથી પૂરી પાડવામાં આવી.
  • રાજયના તમામ તલાટી-કમ-મંત્રીઓને ઇ-ગ્રામ સોફટવેરથી તાલીમબદ્ઘ કરવામાં આવેલ છે.
  • પંચાયતીરાજ સંસ્‍થાઓના ૫દાઘિકારીઓને કોમ્‍પ્‍યુટરની તાલીમ આ૫વામાં આવી રહેલ છે.
  • તાલુકા પંચાયત

  • બે કોમ્‍પ્‍યુટર્સ, ટચ સ્‍ક્રીન કિઓસ્‍ક અને મેનપાવર સપોર્ટ સાથે તાલુકા ઇન્‍ફોર્મેશન સેન્‍ટરની સ્‍થા૫ના.
  • તાલુકા પંચાયતની કચેરીઓ ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાયેલ છે.
  • ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍૮મની ટી.વી.ની સગવડતા સાથે વ્‍યવસ્‍થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્‍યો અને કર્મચારીઓની તાલીમ માટે)
  • પ્રથમ તબકકામાં એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ ઇ-પ્રાઇમા સોફટવેર મારફત ગ્રામપંચાયતના હિસાબોની માહિતી તાલુકા પંચાયત ખાતેથી ઓનલાઇન.
  • જીલ્‍લા પંચાયત

  • તમામ જીલ્‍લા પંચાયતનું ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાણ.
  • ૪૪ કોમ્‍પ્‍યુટર્સ, ટચ સ્‍ક્રીન કિઓસ્‍ક અને આસી.પ્રોગ્રામર અને ડેટા- એન્‍ટ્રીઓ૫રેટર સાથેનો મેનપાવર સપોર્ટ સાથે ઉ૫લબ્‍ધ‍િ
  • ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍ટમની ટી.વી.ની સગવડતા સાથે વ્‍યવસ્‍થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્‍યો અને કર્મચારીઓની તાલીમ માટે)
  • જીલ્‍લા પંચાયત ખાતે વિડીયો કોન્‍ફરન્‍સની સગવડતા ઉ૫લબ્‍ઘ.

    ૧. તમામ ઇ-ગ્રામપંચાયત ખાતેથી જીટુસી (ગર્વમેન્‍ટ ટુ સીટીઝન) અને બીટુસી (બીઝનેસ ટુ કન્‍ઝુયુમર) ઇ-સેવાઓ પૂરી પાડવા બાબત.....


    તમામ ગ્રામપંચાયતોનું બ્રોડબેન્‍ડ ઇ-કનેકટીવીટીથી આગામી છ માસમાં જોડાણ

    લાક્ષણ‍િકતા

    • ૨૫૬ KBPS ની સ્‍પીડથી VSAT દ્વારા જોડાણ.
    • ગ્રામપંચાયત ખાતે ઇન્‍ટરનેટ વીડિયો કોન્‍ફરન્‍સની સુવિધા.
    • મલ્‍ટીકાસ્‍િટંગની સગવડતાથી જીલ્‍લા કક્ષાએ અથવા રાજય કક્ષાએથી સંબોધન શકય.
    • VOIP ની સગવડતાને કારણે તમામ ગ્રામપંચાયતો એક-બીજા સાથે વિના મુલ્‍યે વાત કરી શકશે.
    • આ સગવડતાથી જીવંત પ્રસારણ રાજયકક્ષાએથી અથવા જીલ્‍લા કક્ષાએથી શકય બનશે તથા ગ્રામપંચાયત ખાતે પંચાયતના સદસ્‍યશ્રીઓને જરૂરી જાણકારી/માહિતી/ તાલીમ પૂરી પાડી શકાશે.
    • ઇ-ગ્રામપંચાયત ખાતે ઇ-કનેકટીવીટી આધારીત સાયબર સેવા પૂરી પાડવાની કામગીરી હાથ ધરેલ છે. આગામી છ માસમાં તમામ ગ્રામપંચાયતો ઇ-કનેકટીવીટી હેઠળ આવરી લેવામાં આવશે.
    • સાયબર સેવા અંતર્ગત ખેતી વિષયક માહિતી, શૈક્ષણ‍િક વિષયક માહિતી, આરોગ્‍ય વિષયક માહિતી, રોજગાર વિષયક માહિતી વગેરે ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્‍ઘ‍િ.
    • ગ્રામપંચાયત ખાતે ઓનલાઇન અરજીની સગવડ ફરિયા નિવારણની સગવડ, બી.પી.એલ. યાદી તેમજ જુદા જુદા સરકારી વિભાગની નાગરિક સબંઘિત સુવિધાઓ પ્રમાણ૫ત્ર, ઠરાવ સૂચનાઓ, વિવિધ યોજનાઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્‍ધ‍િ આ ઉ૫રાંત ખાનગી કં૫નીઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્‍ઘ‍િ થશે.
    • વઘુમાં ખેતી વિષયક (પાકના રોગ), આરોગ્‍ય વિષયક (ટેલી મેડિસિન) વગેરે વિષય ઉ૫ર વીડિયો કોન્‍ફરન્‍સનું આયોજન.
    • ૨. ગ્રામ કોમ્‍પ્‍યુટર સાહસિક

    • ઇ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે ગામના ખાનગી ગ્રામ કોમ્‍પ્‍યુટર સાહસિકની સેવાઓ ઇ-ગ્રામ પંચાયત ખાતે મેળવવા અંગેની માર્ગદર્શ‍િકા તૈયાર કરવામાં આવેલ છે. આ અંગેની મહત્‍વની બાબતો નીચે મુજબ છે.
    • ૫બ્‍લ‍િક -પ્રાઇવેટ-પાર્ટનરશી૫ (PPP) નું આદર્શ ઉદાહરણ.
    • ઇ-સેવાઓ માંથી થતી આવકના આધારે આવક વહેંચણીના ધોરણે કામગીરી.
    • ગ્રામપંચાયત ખાતે ગામના યુવાન/યુવતી માટે સ્‍વરોજગારીની તક ઉભી થશે.
    • ગ્રામ કોમ્‍પ્‍યુટર સાહસિકની ગ્રામપંચાયત ખાતે સતત ઉ૫લબ્‍ધ‍િને કારણે ગ્રામ્‍યજનોને ઇ-ગ્રામ સેવાઓ સમયસર પૂરી પાડી શકાશે અને ગ્રામપંચાયતની આવકમાં વધારો થશે.
    • ગ્રામ કોમ્‍પ્‍યુટર સાહસિકની મુખ્‍ય ફરજો

    • ગ્રામ્‍યજનોને ઇ-સેવાઓ જેવી કે જન્‍મ-મરણનું પ્રમાણ૫ત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો વગેરે તથા વિવિધ વિભાગોની યોજનાઓના ફોર્મસ /અરજી૫ત્રકો પૂરા પાડશે.
    • ઇન્‍ટરનેટ આધારિત સાયબર સેવાઓ જેવી કે વિવિધ માહિતી મેળવવા માટે ઇન્‍ટરનેટ સર્ફ‍િગ, ઇ-મેઇલ મોકલવા/મેળવવા સબંઘિત કામગીરી વગેરે પૂરી પાડશે.
    • ગ્રામપંચાયતની કચેરી સબંધ‍િત રેકોર્ડની ડેટા-એન્‍ટ્રી અને રેકર્ડ અ૫ડેટ કરવા માટેની કામગીરી કરશે.
    • ભવિષ્‍યમાં, ઇ-ગ્રામ પંચાયત ખાતે વીજળી અને ટેલીફોનના બીલ, વીમા અને ટપાલ સબંધ‍િત સેવાઓ પૂરી પાડવા જેવી કામગીરી કરવાની રહેશે.
  • આ પ્રોજેકટ જાહેર અને ખાનગી ભાગીદારીનું એક વિરલ ઉદાહરણ છે કારણકે આ પ્રોજેકટ માટે અમલીકરણ અંગેની કાર્યવાહી સર્વ‍િસ સેન્‍ટર એજન્‍સી (પ્રાઇવેટ કં૫ની) અને ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ૬૦૦૦ ગ્રામપંચાયતો ખાતે થી ગ્રામ્‍યજનોને ઉ૫યોગી જીટુસી (સરકાર દ્વારા નાગરીક) તથા બીટુસી (બીઝનેસ ટુ કન્‍ઝયુમર) ઇ-સેવાઓ પૂરી પાડવાની કામગીરી આગામી છ માસમાં પૂર્ણ થાય તે રીતે કાર્યવાહી હાથ ધરેલ છે.
  • કોમન સર્વિસ સેન્‍ટર એ રાષ્‍િટ્રય ઇ-ગવર્નસ કાર્યયોજના હેઠળ ગુજરાત સરકારે હાથ ધરેલો એક ૫હેલરૂમ પ્રયાસ છે.
  • કોમન સર્વ‍િસ સેન્‍ટર એ સમગ્ર ગુજરાત રાજયમાં ૬૦૦૦ ગામોમાં ૫થરાયેલું માહિતી-પ્રોદ્યોગિકથી સજજ નેટવર્ક હશે, તે દ્વારા ૬૦૦૦ ગ્રામપંચાયત કચેરીઓમાં માહિતી પ્રૌદ્યોગિકીથી સજજ નેટવર્ક ઉભું કરીને ઇ-સેવા વિતરણ પ્રણાલીને નવું જ રૂ૫ આ૫વાના ઉદેશથી કામ કરાવમાં આવશે.
  • આજે આખું વિશ્વ ઝડ૫થી ભૌતિકમાંથી ડિજિટલ સ્‍વરૂ૫માં ૫રિવર્તન પામી રહ્યું છે. મોટા ભાગની દૈનિક કામગીરી કરવાની ૫દ્ઘતિ ઝડ૫થી બદલાઇ રહી છે. માહિતી પ્રૌદ્યોગિકીના ઉ૫યોગથી શિક્ષણથી માંડીને તમામ બેંકિંગ પ્રવૃત્ત‍િ ઝડ૫થી બદલાઇ રહી છે. માહિતી પ્રૌદ્યોગિકીના ઉ૫યોગથી શિક્ષણથી માંડીને તમામ બેંકિંગ પ્રવૃત્ત‍િઓ સહિત, નાણાં જમા કરાવવા/ તેની ચુકવણી કરવાની કામગીરી સરળતાથી થઇ રહી છે. માહિતી ડિજિટલ સ્‍વરૂપે વિતરિત થતી હોવાના કારણે કાર્યક્ષમતા, પારદર્શ‍િતા અને ઉત્તરદાયિત્‍વમાં વધારો થયો છે અને સંચાલન ખર્ચમાં ઘણો ધટાડો થયો છે.
  • જમીન રેકોર્ડ દસ્‍તાવેજો (૭/૧૨ અને ૮/અ)
  • મિલ્‍કત સબંઘી કરવેરાની ચુકવણીની વસૂલાત
  • જન્‍મ અને મરણની નોંધણી-
  • વિવિધ ગ્રાહક લક્ષી સુવિધાઓ
  • વીજળી, ટેલિફોન, મોબાઇલ વગેરે) ના બિલોની ચુકવણી
  • સામુદાયિક પ્રમાણ૫ત્રો, મામલતદારે કાઢી આ૫વાનાં પ્રમાણ ૫ત્રો અને સોગંદનામા માટેનું દસ્‍તાવેજીકરણ
  • ` લાયસન્‍સ, ૫રવાના, ના-વાંધા પ્રમાણ૫ત્ર, વિમો
  • જુદી જુદી યોજનાઓ અંગેનાં અને કોમ્‍પ્‍યુટર શિક્ષણ માટેના દસ્‍તાવેજો તૈયાર કરવા

  • ટેલિમેડિસીન (ટેલિવિઝનની મદદથી ઉ૫ચાર)
  • કૃષ‍િલક્ષી ચીજવસ્‍તુઓ માટે બજાર સં૫ર્ક કડીઓ
  • સ્‍ટેમ્‍૫ પે૫રનું વેચાણ
  • સં૫ત્તિઓમાં નામ ફેર
  • આર.ટી.ઓ. લાયસન્‍સ, પ્રો૫ર્ટી કાર્ઙ
  • રેલ્‍વે અને હવાઇ રીઝર્વેશન માટેની ઇ-સેવાઓ