રાજયમાં સહકારી પ્રવૃત્તિનાં વિકાસનું કાર્ય તથા કાયદાકિય અમલીકરણ રાજય સરકારશ્રીનાં સહકાર ખાતા મારફત થાય છે. રાજયમાં પંચાયતી રાજ અમલમાં આવતાં ગ્રામ્ય કક્ષાએ સહકારી પ્રવૃત્તિનો વિકાસ તથા કાયદાકિય અમલવારી માટે કાયદાની કેટલીક સત્તાઓ પંચાયતોને સુપ્રત કરી વહીવટી કામગીરી માટે જિલ્લા કક્ષાએ સહકાર શાખા અસ્તિત્વમાં આવેલ છે. જેમાં જિલ્લાની કામગીરીના પ્રમાણમાં સરકારશ્રી તરફથી મહેકમ મંજુર કરવામાં આવેલ છે. શાખા વડા તથા અમલીકરણ અધિકારી તરીકે જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની જગ્યા તથા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (સહકાર) ની જગ્યાઓ મંજુર કરવામાં આવેલ છે.