×

પ્રવૃત્તિઓ

  • તાબાની તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોના વહીવટ ઉપર દેખરેખ નિયંત્રણ અને મોનીટરીંગને લગતા કાર્યો.
  • પંચાયતને સુપ્રત થયેલ ફરજોના બજેટ તૈયાર કરવા નાણાકીય જોગવાઈઓના આયોજન માટે સરકાર પાસેથી નાણા મેળવવા અને તાબાની પંચાયતોને નાણાંકીય ફાળવણી
  • ગ્રામ્ય વિસ્તારોમાં બીન ખેતી પરવાનગી આપવી
  • ગ્રામ્ય વિસ્તારમાં મહેસુલી આવકની વસુલાત પર દેખરેખ રાખવી
  • ગરીબી રેખા નીચે જીવન જીવતા કુટુબોને રાહતના પ્લોટોની ફાળવણી તથા સરકારી યોજના હેઠળ આવાસના બાંધકામ કરાવવાની
  • રાજય સરકારની પુર્વમંજુરીથી નાણાની સગવડ હોય તો પોતાની હકુમતની બહાર આરોગ્ય અને શિક્ષણને લગતી સુવિદ્યા અને સગવડો પુરી પાડવી.
  • પોતાની હકુમતની અંદર જીલ્લા પંચાયત આરોગ્ય, સલામતી, સુવિદ્યા, સગવડતા અને સામાજીક , આર્થિક તથા સાંસ્કૃતિક કલ્યાણના લગતા કાર્યોની કામગીરી.
  • વાર્ષિક મેળાવડા, જાહેર સત્કાર સંભારંભ અંગેની અને મનોરંજન માટેની કામગીરી.
  • પોતાની તાબાની પંચાયતોને લોન આપવાની કામગીરી.
  • અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જન જાતિઓ અને બીજા પછાત વર્ગોના માટેની યોજનાઓ તથા અસ્પૃશ્યતા નિવારણ માટેની જોગવાઈઓનું અમલીકરણ.
  • અનુસુચિ-૩ માં બતાવ્યા મુજબ કોઈપણ પ્રવૃત્તિ ચલાવવા માટે નાણાકીય તેમજ બીજી કોઈ મદદ આપી શકશે.
  • જીલ્લા પંચાયતે અમલમાં હોય તેવા બીજા કોઈપણ કાયદાની રૂએ અથવા તે હેઠળ તેને સોંપવામાં આવે તેવા કાર્યો અને ફરજો બજાવવાની.
  • પોતાની વિરૂઘ્ધમાં અને પોતે માંડેલા દાવાઓ તેમજ કરાર તેમજ વળતર બાબતે સમાધાન કરવાની અને કાર્યવાહી કરવાની.
  • જીલ્લા પંચાયતના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તાઓ પૈકી કોઈપણ સત્તા વાપરવાનો અધિકાર.