×

શાખાની કામગીરી

  • તમામ નાણાંકીય વ્‍યવહારોને લગતા હિસાબો યોગ્‍ય રીતે નિભાવવા.
  • પ્રાથમિક ઓડીટ તરીકે તમામ દાવાઓની કાયદેસરના અને યોગ્‍યતા તપાસવી.
  • જીલ્‍લા પંચાયતના નાણાંકીય સલાહકાર તરીકે યોજનાકીય અને અન્‍ય બાબતોને સ્‍પર્શતા નાણાંકીય પ્રશ્નો અંગે યોગ્‍ય સલાહ આપવી.
  • જીલ્‍લા પંચાયત નાણાંકીય સમીક્ષા સમિતિમાં મંત્રી તરીકે વિહીત કરવામાં આવે તેવી ફરજો બજાવવી.
  • જીલ્‍લા પંચાયત હેઠળના વિકાસના કામો તેમજ જુદી જુદી યોજના હેઠળના નાણાંકીય દાવાઓની ચુકવણી સરકારશ્રીના વખતો વખતના હુકમોને અનુરૂપ છે કે કેમ તેની ચકાસણી કરી ચુકવણુ કરવું.
  • જીલ્‍લા પંચાયતની કેશબુક અને તિજોરીના પી.એલ.એ.ની સિલકનું મેળવણું.
  • જીલ્‍લા પંચાયત ફંડની આવક સબંધમાં મળેલ નાણાંની પહોંચ આપવી.
  • જીલ્‍લા પંચાયતના માસિક અને વાર્ષિક હિસાબો સમયસર તૈયાર કરી સક્ષમ અધિકારીને મોકલી આપવા.
  • જીલ્‍લા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવું.
  • જીલ્‍લા પંચાયતના કર્મચારી (પ્રાથમિક શિક્ષકો સિવાય) ના પ્રો.ફંડ ના હિસાબો નિભાવવા અને પેશગીઓ તેમજ આખરી ચુકવણાઓની વ્‍યવસ્‍થા કરવી.
  • પંચાયત સેવાના નિવૃત્ત થતાં કર્મચારીઓના પેન્‍શન કેસોની ચકાસણી કરવી અને અને પેન્‍શન, ગ્રેજયુઇટી સમયસર મળે તેવી વ્‍યવસ્‍થા કરવી.
  • સ્‍થાનિક ભંડોળ હિસાબ અને એકાઉન્‍ટ જનરલ તરફથી થતી હિસાબી તપાસણીના અહેવાલોની પૂર્તતા નિયત સમયમાં સબંધિત શાખાધિકારી ધ્‍વારા થાય તે જોવું.